VIDEO: Suratમાં રસ્તા પર ઉઘરાવાતા રૂપિયા, અસલી આવી જતા ડુપ્લિકેટ પોલીસનો ખુલ્યો ખેલ
સુરતમાં પાલ પોલીસે એક મહિલા સહિત બે લોકોને ડુપ્લિકેટ પોલીસ તરીકે ફરતા ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં પાલ પોલીસે એક મહિલા સહિત બે લોકોને ડુપ્લિકેટ પોલીસ તરીકે ફરતા ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ પોતાની ખોટી ઓળખ આપી રસ્તા પરથી જતા રાહદારીઓને હેરાન કરતા હતા અને કેટલાક લોકો પાસેથી પૈસા તથા મોબાઇલ જેવી ચીજ વસ્તુઓ બળજબરીથી લઈ લેતા હતા.પોલીસે ફેનીલ નિલેશભાઈ પટેલ અને કુલસુમબાનુ ઉર્ફે અલીનાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. બંને સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.




