મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરની સબજેલના ચાર કેદીઓએ અન્નજળનો ત્યાગ કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.&nb

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગરની સબજેલના ચાર કેદીઓએ અન્નજળનો ત્યાગ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  બે દિવસ અગાઉ સબજેલમાં બેરેકમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં બેરેકમાં રહેલા માથાભારે શખ્સો દ્વારા અન્ય કેદીઓને માર મારવાનો બનાવ બન્યો હતો.

ચારેય કેદીઓએ ભૂખ હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી

આ મામલે માથાભારે કેદીઓની જેલ ટ્રાન્સફર નહી કરવામાં આવે ત્યાં સુધી ચારેય કેદીઓએ ભૂખ હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ભૂખ હડતાળ પર રહેલા કેદીઓના પરિવારજનોએ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને સમગ્ર ઘટનાને લઈનેર જૂઆત કરી છે..અને જેલ તંત્ર  પણ ચિંતામાં મુકાયું છે..

આ સમાચાર શેર કરો