મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાંથી બાળ તસ્કરીના રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ઝડપી પાડ્યું

રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સાબરકાં

રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ચાલતા બાળ તસ્કરીના રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ઝડપી પાડ્યું છે. સાબરકાંઠાના  ખેડબ્રહ્માના મટોળા નજીકથી પોલીસને બાતમી મળી હતી કે બાળકને વેચવા માટે એક ગેંગ ફરી રહી છે.

બાળતસ્કરીના રેકેટનો પર્દાફાશ

ઉલ્લેખનીય છે કે  મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તો બીજી તરફ  તપાસમાં ખુલાસો થયો છે કે મેડી ગામના એક પરિવારમાં જન્મેલા બાળકને જન્મના ગણતરીના દિવસોમાં જ અમદાવાદના એક પરિવારને 2 લાખ રૂપિયામાં વેચી દેવાયું હતું. આ કેસમાં પોલીસે સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાનના કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

ઝડપાયેલા પાંચ આરોપીઓ

આ ગુનામાં સંડોવાયેલા અને ધરપકડ કરાયેલા આરોપીઓમાં સાબરકાંઠા, અમદાવાદ અને ઉદેપુર (રાજસ્થાન) ના શખ્સો સામેલ છે, માલજી ઉર્ફે માલિયો ડાભી (રહે. પોણાઈ, ખેડબ્રહ્મા), સુવન ઉર્ફે સોવમ ડાભી (રહે. દિગ્ધલી, ખેડબ્રહ્મા), દેવજી ઉર્ફે દેવા પારધી (રહે. મામરે, ઉદેપુર, રાજસ્થાન), લક્ષ્મણ ડાભી (રહે. મેડી ગામ, ઉદેપુર, રાજસ્થાન) અને પ્રમોદ રાજવંશી (રહે. મોટેરા, અમદાવાદ)ની ધરપકડ કરી છે. 

આ સમાચાર શેર કરો