મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: સિવિલ હોસ્પિટલ પાસે ભરાયેલા પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ

સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં અનેક વિસ્તાર જળમગ્ન

તસવીર: gstv

સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં અનેક વિસ્તાર જળમગ્ન થઈ જતાં જનજીવન ખોરવાયું છે. તો સિવિલ હોસ્પિટલ નજીક રોડ પર પાણી ભરાતા એક એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ ગઈ હતી. આસપાસના લોકોએ મદદ માટે આગળ આવી એમ્બ્યુલન્સને ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢી હતી. હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ ભારે હલાકીમાં મુકાયા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરવર્ષે આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો