VIDEO:છોટાઉદેપુરના બે તાલુકા વચ્ચે 'ઝૂલતું'ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીની અને પંચાયત સંખેડાની!
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વરનો અમુક ભાગ નર્મદા ડેમ બનતા ડ
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •2 મિનિટ વાંચન સમય
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વરનો અમુક ભાગ નર્મદા ડેમ બનતા ડુબાણમાં જતા ત્યાંના પરિવારને બોડેલી તાલુકાના સણોલી જૂથ ગ્રામપંચાયતના ઊંચાકલમ વસાહતમાં સરકાર દ્વારા વસાવવામાં આવ્યા હતા તે જ રીતના મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કંટનેરા ગામના લોકોને પણ અસરગ્રસ્ત તરીકે ઊંચાકલમ વસાહતમાં વસાવવામાં આવ્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાની સરહદ પર આવેલું 'ઊંચાકલમ વસાહત' આજે સરકારી તંત્રના અંધેર વહીવટનો જીવતો જાગતો પુરાવો બની ગયું છે. નર્મદા ડેમના અસરગ્રસ્તો તરીકે વસેલા આ પરિવારો છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, પરંતુ બે તાલુકાના વહીવટી વિભાજનની ગૂંચવણમાં તેમની સમસ્યાઓ ઉકેલાવાને બદલે જટિલ બની રહી છે.
ઊંચાકલમ વસાહતની સૌથી મોટી સમસ્યા વહીવટી છે. તંત્રની બેદરકારીને કારણે અહીંના રહીશોની ઓળખ જ દ્વિધામાં મુકાઈ છે. ગામના લોકોના આધારકાર્ડમાં તાલુકા તરીકે 'બોડેલી' લખાયેલું આવે છે. આ વસાહતના લોકોને જ્યારે આવક-જાતિના દાખલા પણ બોડેલી તાલુકામાંથી આપવામાં આવે છે. ઊંચાકલમ વસાહતનો સમાવેશ સંખેડા તાલુકાની સણોલી જૂથ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો છે અને તે મતદાન પણ સંખેડા તાલુકામાં જ કરે છે. જ્યારે તાલુકાઓનું વિભાજન થયું ત્યારે વહીવટી અધિકારીઓની ગંભીર ક્ષતિને કારણે આ વસાહત બે તાલુકા વચ્ચે અટવાઈ ગયું છે. તલાટી સંખેડાના નામે દાખલા આપે છે અને આધારકાર્ડ બોડેલીના બોલે છે, જેના કારણે સરકારી યોજનાઓનો લાભ લેવામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
20 વર્ષથી પણ વધુ સમયથી તે કરે છે વસવાટ
20 વર્ષ ઉપરાંત સમયથી તેઓ અહીં વસવાટ કરે છે. પરંતુ મૂળ ભૂત સુવિધાઓ ગ્રામ પંચાયતની મળતી નથી જ્યારે બંને વસાહતમાં 300થી વધુ લોકોની વસ્તી આવેલી છે, ત્યારે ઊંચાકલમ વસાહત માં નાના બાળકો માટે આંગણવાડી ની પણ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી નથી.
મૂળભૂત સુવિધાથી વંચિત
જ્યારે ગામમાં ગટરલાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી, ત્યારે ગામમાં ઠેર ઠેર પાણી ગટરો ના દૂષિત પાણી ભરાઈ રહ્યું છે અને ચોમાસા ના સમય માં જ્યારે વરસાદી પાણી આવી જાય તો તેનો કોઈ નિકાલ ના હોવાના કારણે પાણી રોડ ઉપર ભરાઈ જાય છે જ્યારે ગામમાં પીવાના પાણી માટે જે નલ સે જલ યોજના માં પાણી ની ટાંકી બનાવવામાં આવી અને અને જે નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા છે તેમાં જે પાણી આપવામાં આવે છે તે પાણી પીવા લાયક નથી તેવું ગ્રામજનો જણાવે છે જ્યારે જે નળ બેસાડવામાં આવેલા છે તેમાં અમુક તૂટી પણ ગયા છે