મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં AAPના ઉમેદવારોને સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી કરવી ભારે પડી, બી ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીન

રાજકોટમાં ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી કરવી ભારે પડી છે. વોર્ડ નંબર 4 ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા પાર્ટીના બોર્ડ ઉતારવાની કામગીરી દરમિયાન આ ઉમેદવારોએ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા અને તેમની ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું.

વાયરલ વીડિયોમાં રાહુલ ભુવા કર્મચારીઓને ધક્કો મારતા પણ જોવા મળ્યા

વાયરલ વીડિયોમાં રાહુલ ભુવા કર્મચારીઓને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા. આ મામલે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શિક્ષિત ગણાતા ઉમેદવારોના અશોભનીય વર્તનને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો