VIDEO: રાજકોટમાં ચૂંટણી આચારસંહિતા વચ્ચે હંગામો જોવા મળ્યો, આપના ઉમેદવાર અને મનપાના કર્મચારીઓ વચ્ચે થઈ તનાતની
રાજકોટમાં ચૂંટણી આચારસંહિતા વચ્ચે હંગામો જોવા મળ્યો. વોર્ડ નંબર 4ના 'આપ' ઉમેદવાર રાહુલ ભુવા અને

રાજકોટમાં ચૂંટણી આચારસંહિતા વચ્ચે હંગામો જોવા મળ્યો. વોર્ડ નંબર 4ના 'આપ' ઉમેદવાર રાહુલ ભુવા અને મનપાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિજિલન્સ ટીમે આમ આદમી પાર્ટીના બોર્ડ હટાવતા જ કાર્યકરો રોષે ભરાયા હતા. રાહુલ ભુવાએ અધિકારીને 'તમે ઓળખો છો હું કોણ છું?' કહી ધમકી આપતા મામલો બિચક્યો હતો. આચારસંહિતાના કડક અમલ વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.




