VIDEO: વડોદરામાં રાજકીય ગરમાવો: AAP નેતા ભરત માળીની હોટલ પર પોલીસનો દરોડો, દેશી દારૂનો જથ્થો ઝડપાયો
10VIDEO: વડોદરા શહેરના ફતેગંજ વિસ્ત

10VIDEO: વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જૂના છાણી રોડ પરના ચિશ્તીયા નગરમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય કાર્યકર અને વોર્ડ નંબર ૨ ના ઉમેદવાર રહી ચૂકેલા ભરત માળીની હોટલમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન હોટલના કમ્પાઉન્ડમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
બાતમી મુજબ જ્યારે પોલીસ હોટલ પર પહોંચી ત્યારે મુખ્ય સંચાલક ભરત માળી ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. જોકે, સ્થળ પર દારૂનું વેચાણ કરી રહેલા દિનેશ દેવીપૂજક અને લખન નામના બે શખ્સોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પોલીસ હાલ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને તેમાં કોની કોની સંડોવણી છે.
રાજકીય ખળભળાટ
ભરત માળી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાથી આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે 'નશા મુક્ત ગુજરાત' ની વાતો કરનારા પક્ષના નેતાઓ જ આવા કૃત્યોમાં સામેલ છે. બીજી તરફ, પોલીસ દ્વારા ફરાર આરોપી ભરત માળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે.





