VIDEO: અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો
અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજુલા પંથકમાં

અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને રાહતનો અનુભવ થયો છે. રાજુલાના હિંડોરણા, છતડીયા અને કડિયાળી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીનો પ્રકોપ ઘટ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાઈ જતાં ચોમાસાના આગમનના સંકેતો જોવા મળી રહ્યા છે.




