Video : પલસાણામાં વહેલી સવારે યાર્ન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબુ
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આજે ફરી એકવાર આગની ઘટના બની છે. પલસાણામાં
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આજે ફરી એકવાર આગની ઘટના બની છે. પલસાણામાં આવેલી એક યાર્ન ફેક્ટરીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી.
આ આગની ઘટના પલસાણાના ઉમિયા ઇન્ડસ્ટ્રીઝના મેગા પ્લાઝામાં આવેલી એ વી કે યાર્ન નામની ફેક્ટરીમાં બની હતી. આગના બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગ પર કાબુ મેળવવા માટે પલસાણા પી.ઇ.પી.એલ. (PEPL) સહિતની ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ટીમોની સઘન મહેનત બાદ આખરે આગ પર કાબુ મેળવી શકાયો હતો.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે ફેક્ટરીમાં રહેલા મશીનરી અને યાર્નને નુકસાન થયું હોવાનું અનુમાન છે.






