Video/ કુડસદ ગામમાં ઉજવાતા 80 વર્ષ જૂના પારંપરિક શેરી ગરબા: ગામની એકતા, ખર્ચમાં બચત અને મહિલાઓની સુરક્ષાની ખાતરી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં નવરાત્રિના પર્વ દરમિયાન 80 વર્ષથી વધુ સમ
ગામમાં થતી નવરાત્રિમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે, ગામના યુવાન,વડીલો,બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબા રમે છે, ગામમાં થતી પારંપરિક નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે ત્યારે આ ગામડાની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રિમાં ગ્રામજનો એકતા સાથે નવ દિવસ માતાજીના પર્વની હર્ષલ્લાસથી ઉજવણી કરે છે,ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતાં અને ગામમાં ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરે છે.
નવરાત્રિના ના નવ દિવસ કુડસદ ગામનો માહોલ કઈક અલગ જ હોય છે,નવરાત્રિના અલગ અલગ દિવસે ગામના ફળિયાને શણગારવામાં આવે છે. ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે. ગ્રામજનો નવરાત્રિના નવ દિવસ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે. જૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસેને દિવસે લુપ્ત થતાં જઈ રહ્યા છે ત્યારે આ આધુનિક યુગમાં પણ કુડસદ ગામના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને ગ્રામજનો જીવંત રાખશે. ત્યારે કુડસદ ગામના લોકોએ આપણી વર્ષો જૂની પરંપરા વિસરાઈ નહી અને તેને ફરીથી જીવંત કરવા માટે લોકોને અપીલ કરી હતી.




