મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: ખાડાને કારણે બાઇક સ્લીપ ખાતા યુવક ટ્રેલર નીચે કચડાયો

સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 35 વર્ષીય યુવક

Surat news: ખાડાને કારણે બાઇક સ્લીપ ખાતા યુવક ટ્રેલર નીચે કચડાયો

સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે અને બે યુવકને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

યુવક ટ્રેલર નીચે ચગદાઈ ગયો

સુરતના અમરોલી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક પર ત્રણ યુવકો જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પડેલા એક ખાડાને કારણે તેઓની બાઈક સ્લીપ થઇ ગઈ હતી અને તેઓ રોડ પર પટકાયા હતા. આ દરમ્યાન પાછળથી આવા રહેલા કન્ટેનર નીચે તેઓ ચગદાઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક 35 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બે યુવકોને સામાન્ય ઇજા થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો