VIDEO: બાપ રે! આંખની પાંપણમાંથી નીકળી 250 જૂ અને 80થી વધારે ઈંડા
સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં વૃદ્ધ મહિલાની આંખમાં અસંખ્ય જૂ
સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં વૃદ્ધ મહિલાની આંખમાં અસંખ્ય જૂ થઈ હોવાનું માલૂમ પડ્યું છે. સામાન્ય રીતે માથામાં જોવા મળતી જૂ બાળકની આંખમાં થઈ હોવાની આ ઘટનાએ તબીબી જગતને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે.વૃદ્ધાની આંખમાં 250 જેટલી જૂ અને 85 ઈંડાઓ નીકળ્યા હતા.
વૃદ્ધ મહિલાને સતત આંખમાં ખંજવાળ આવી રહી હતી
વૃદ્ધ મહિલાને સતત આંખમાં ખંજવાળ આવી રહી હતી. માટે વૃદ્ધાને સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તબીબોએ તપાસ કરતા વૃદ્ધાની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તબીબ દ્વારા જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
બિમારી અને તેના કારણો
પેડિક્યુલોસિસ પાલ્પેબ્રારમ (Pediculosis Palpebrarum) શું છે?
આ એક પરોપજીવી સંક્રમણ (parasitic infestation) છે, જેમાં "જૂ" આંખની પાંપણો પર ચોંટી જાય છે અને ત્યાં ઈંડા મૂકે છે. સામાન્ય રીતે જૂ માથાના વાળમાં (હેડ લાઈસ) અથવા શરીરના વાળમાં (બોડી લાઈસ) કે પછી ગુપ્તાંગના વાળમાં (પ્યુબિક લાઈસ/ક્રૅબ લાઈસ) જોવા મળે છે. આંખની પાંપણો પર જૂ થવી એ પ્રમાણમાં ઓછું જોવા મળે છે, અને મોટાભાગના કિસ્સાઓમાં તે પ્યુબિક લાઈસ (ગુપ્તાંગમાં થતી જૂ)ને કારણે થાય છે જે ત્યાંથી સ્થળાંતર કરીને આંખો સુધી પહોંચે છે. જો કે, હેડ લાઈસ (માથાની જૂ) પણ ક્યારેક પાંપણોને અસર કરી શકે છે. આ કિસ્સામાં "માથામાં થતી જૂ આંખમાં કેવી રીતે થઈ" તે ડોકટરો માટે તપાસનો વિષય છે.






