વેરાવળ: ખાનગી મકાનમાંથી ઝડપાયો ગેરકાયદેસર અનાજનો જથ્થો, લાખોની કિંમતનો જથ્થો જપ્ત
રાજ્યના વેરાવળમાંથી ગેરકાયદેસર અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. ગેરકાયદેસર રીતે અનાજન

રાજ્યના વેરાવળમાંથી ગેરકાયદેસર અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. ગેરકાયદેસર રીતે અનાજનો વેપાર કરતા માફીયાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે.
વેરાવળમાંથી ઝડપાયું લાખોનું અનાજ
વેરાવળના કલેક્ટર, જિલ્લા પૂરવઠા અધિકારી સહિતની ટીમે અજમેરી કોલોની વિસ્તારના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. સરકારી અધિકારીઓને બાતમી મળી હતી કે આ મકાનમાં ગેરકાયદેસર રીતે અનાજના જથ્થાનો વેપાર થઈ રહ્યો છે. આ મકાનમાં દરોડા પાડીને તપાસ આદરી હતી, તપાસમાં મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: શેરબજાર ટ્રેડિંગમાં અમદાવાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે, ગુજરાતમાં દરરોજનું 20000 કરોડનું ટર્નઓવર
ગેરકાયદેસર અનાજનો વેપાર હતો
અજમેરી કોલોની વિસ્તારમાં આવેલ અલ્વી શબ્બીર હુસેન નઝીરમિયાનાં ખાનગી મકાન પર આકસ્મિક તપાસ હાથ ધરતાં મકાનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ અનાજમાં રૂ.૨૬,૨૭૧ની કિંમતના ૯૭૩ કિ.ગ્રા ઘઉં તથા રૂ.૪૯,૪૫૨ ની કિંમતના ૧૨૬૮ કિ.ગ્રા. ચોખા મળી આવ્યા હતા.
અનાજનો મુદ્દામાલ સીઝ કરી
આ ગેરકાયદેસર અનાજનો મુદ્દામાલ સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે મોકલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને કારણે અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.






