Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Vav-Tharad: Women fed up with alcohol poisoning in Abhepura reached the police station, got emotional and presented their case

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે પહોંચી, ભાવુક થઈને પોતાની વાતને કરી રજૂ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે પહોંચી, ભાવુક થઈને પોતાની વાતને કરી રજૂ
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લાના આવેલા અભેપુરા ગામમાં દેશી દારૂના દૂષણે માઝા મૂકી છે. ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ અને બુટલેગરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓ આજે (પાંચમી જૂન) ન્યાયની માંગ સાથે થરાદ પોલીસ મથકે દોડી આવી હતી. મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગામલોકોએ પોલીસ અધિકારીઓ સામે હાથ જોડી અને પગે પડીને ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા ભાવુક અપીલ કરી હતી.

App Store

પોલીસ સામે મહિલાઓ ભાવુક થઈ

મળતી માહિતી અનુસાર, અભેપુરા ગામની મહિલાઓ અને સ્થાનિક રહીશો અગાઉ અનેક વખત રજૂઆતો કરીને થાક્યા બાદ આજે પોલીસ સ્ટેશને આવ્યા હતા. જ્યારે થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) લોકોની રજૂઆત સાંભળી રહ્યા હતા, ત્યારે ગામની મહિલાઓ ભાવુક થઈને પોલીસ ઇન્સ્પેક્ટર સામે બે હાથ જોડી અને પગે લાગીને વિનંતી કરી હતી કે, 'સાહેબ, ગમે તેમ કરો પણ અમારા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો બંધ કરાવો, અમારા ઘર બરબાદ થઈ રહ્યા છે.'

DYSPએ એક અઠવાડિયાની ખાતરી આપી મામલો શાંત પાડ્યો

મામલો વધુ વણસે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે તે પહેલાં જ થરાદ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી (DYSP) એસ. એમ. વાળોતરિયા તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે અભેપુરા ગામના લોકો અને ખાસ કરીને મહિલાઓની તમામ ઉગ્ર રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી.

ડીવાયએસપી વાળોતરિયાએ કડક કાર્યવાહીનો ભરોસો આપતા મહિલાઓને ખાતરી આપી છે કે, 'એક અઠવાડિયાની અંદર અભેપુરા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર કડક કાયદાકીય એક્શન લેવામાં આવશે.' ઉચ્ચ અધિકારીની આ ખાતરી અને આશ્વાસન બાદ આખરે મહિલાઓ શાંત થઈ હતી અને મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો.

ટોપિક્સ:gstv newsvav tharadgujarat state