Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Storm and rain wreak havoc in Vav-Tharad and Banaskantha districts at midnight

VIDEO : વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકમાં મધરાત્રે વાવાઝોડું અને વરસાદથી તારાજી, બાજરીના પાકને નુકસાનની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠા પંથક તેમજ વાવ અને થરાદ સહિત દિયોદર, ભાભર, લાખણી અને સુઈગામ પંથકમાં મધરાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા જેવા ફૂંકાયેલા તેજ પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ અને પતરાના શેડ ઉડવાના બનાવો પણ બન્યા હતા. આ અણધાર્યા વરસાદથી ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે હાલમાં ઉનાળુ બાજરીની કાપણી અને લણણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી બાજરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store