Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : The seat of Bhorol Taluka Panchayat of Vav-Tharad district is the focal point

વાવ-થરાદ જિલ્લાની ભોરોલ તાલુકા પંચાયતની બેઠક કેન્દ્રબિંદુ, ભાજપના બિનહરીફ વિજયના દાવાને આપ પાર્ટીએ ફગાવ્યો

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
વાવ-થરાદ જિલ્લાની ભોરોલ તાલુકા પંચાયતની બેઠક કેન્દ્રબિંદુ, ભાજપના બિનહરીફ વિજયના દાવાને આપ પાર્ટીએ ફગાવ્યો
સોર્સ : gstv

 વાવ-થરાદ જિલ્લામાં રાજકીય ગરમીમાં ભોરોલ તાલુકા પંચાયતની બેઠક અત્યારે કેન્દ્રબિંદુ બની છે. એક તરફ ભાજપ આ બેઠક પર બિનહરીફ વિજયનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ મેદાનમાં ઉતરી ભાજપના દાવાને ફગાવી દીધો છે. કોંગ્રેસના ઉમેદવાર હટી જતાં ભાજપ માટે રસ્તો સાફ હોવાની ચર્ચાઓ વચ્ચે ‘આપ’ના આક્રમક વલણે રાજકીય ખળભળાટ મચાવ્યો છે.

App Store

ભાજપનો બિનહરીફનો દાવો અને કોંગ્રેસમાં ગાબડું

ભોરોલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે જોગાજી રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા બાદ કોંગ્રેસના કોઈ મજબૂત હરીફ સામે ન આવતા અથવા ઉમેદવાર હટી જતાં, ભાજપ છાવણીમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા સમાન જોવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીનો વીડિયો વાઈરલ 

આ દરમિયાન સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઉમેદવારના બે વીડિયો વાઈરલ થતા મામલો ગરમાયો છે. ‘આપ’ના નેતાઓએ ભાજપના બિનહરીફ વિજયના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. થરાદ વિધાનસભા પ્રભારી જગદીશ પટેલે સ્પષ્ટ કર્યું કે મીડિયામાં ચાલતી બિનહરીફની વાતોમાં કોઈ તથ્ય નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મશરૂભાઈ પટેલ (ભોરોલ-4 બેઠક) મેદાનમાં મક્કમ છે.

‘આપ’ નેતા કમલેશ આસલે આક્ષેપ કર્યો કે, 'કોંગ્રેસે ભલે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હોય, પણ આમ આદમી પાર્ટી જનતાના પક્ષે ઉભી છે. સમાધાન કે લાલચને કોઈ સ્થાન નથી.' ઉમેદવાર મશરૂભાઈ નરસિંહભાઈએ જણાવ્યું કે, 'અમે કોઈપણ લાલચમાં આવ્યા વગર ભાજપ સામે ચૂંટણી લડીશું.'

ભાજપ માટે કાયદાકીય અડચણ?

જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાનું ફોર્મ જાળવી રાખે છે, તો ભાજપ માટે ટેકનિકલી બિનહરીફ જાહેર થવું અશક્ય બની જશે. ભાજપના કાર્યકરો જ્યાં વિજયોત્સવની તૈયારીમાં છે, ત્યાં ‘આપ’ના આક્રમક વલણે જનતામાં કુતૂહલ જગાડ્યું છે.