વાવ વિધાનસભા બેઠક પર મોટો ઉલટફેર, ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસને હરાવ્યું
વાવ પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાવ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતે વિજય

વાવ પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વાવ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતે વિજયી બન્યા છે.
ભાજપના સ્વરૂપજી ઠાકોર જીત્યા
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે. 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. જોકે, 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા. 23માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર સવા બે લાખ જેટલા મતો પડ્યાં હતા.






