Vadodara: સનફાર્મા રોડ પર ફર્નિચરની દુકાનમાં તોડફોડ, ચાર શખ્સોએ દુકાન માલિક પર કર્યો હુમલો
સંસ્કારી નગરી વડોદરાના તાંદલજા-સનફાર્મા રોડ પર હુમલા અને તોડફોડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક ફર્નિચર
સંસ્કારી નગરી વડોદરાના તાંદલજા-સનફાર્મા રોડ પર હુમલા અને તોડફોડની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક ફર્નિચરની દુકાનમાં ઘૂસીને ચાર જેટલા અજાણ્યા ઈસમોએ દુકાન માલિક પર હુમલો કરી ફર્નિચરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, તાંદલજા સનફાર્મા રોડ પર આવેલી એક ફર્નિચરની દુકાનમાં ચાર જેટલા ઈસમો અચાનક આવ્યા હતા. આ ઈસમોએ કોઈ પણ ડર વગર દુકાનના માલિક સાથે ઉગ્ર બોલાચાલી અને બબાલ શરૂ કરી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે હુમલાખોરોએ દુકાન માલિક પર હુમલો કરી દીધો હતો. માત્ર હુમલો જ નહીં, પરંતુ હુમલાખોરોએ દુકાનમાં પડેલા કિંમતી ફર્નિચર અને અન્ય સામાનમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. તોડફોડના કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. ગીચ વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળ નાણાકીય લેવડ-દેવડ જવાબદાર છે. પૈસાની ઉઘરાણી અથવા હિસાબ બાબતે ચાલી રહેલા વિવાદને કારણે આ ચારેય ઈસમો બેફામ બન્યા હતા અને કાયદો હાથમાં લીધો હતો.






