Vadodaraમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, વકીલાતનો અભ્યાસ કરતા આશાસ્પદ યુવકનું મોત
વડોદરા શહેરમાં ફરી એકવાર બેફામ ગતિએ એક આશાસ્પદ યુવાનની જિંદગી છીનવી લીધી છે. બેફ

વડોદરા શહેરમાં ફરી એકવાર બેફામ ગતિએ એક આશાસ્પદ યુવાનની જિંદગી છીનવી લીધી છે. બેફામ દોડતી કારે ટક્કર મારતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી છે.
વકીલાતનો અભ્યાસ કરતા યુવકનું મોત
વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર બેફામ ગતિએ દોડતા 'રફતારના રાક્ષસે' વધુ એકનો ભોગ લીધો છે. ડીકેથલોન સ્ટોર પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં વકીલાતનો અભ્યાસ કરતા મિતેન્દ્રસિંહ જાદવનું મોત નિપજ્યું છે. ગઈકાલે બપોરે મિતેન્દ્રસિંહ પોતાના અંગત કામે બહાર નીકળ્યા હતા, ત્યારે એક બેકાબૂ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી અને ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર હાલતમાં મિતેન્દ્રને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.




