મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાલીઓ સ્કૂલમાં સંતાનને કોની સાથે મોકલો છો? સુરતમાં ગરબાના કપડાં પહેરી સ્કૂલે જતી વિદ્યાર્થિની સાથે વાન ચાલકના અડપલાં

સુરતમાં છેડતી-અડપલાંના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શાળાએ પોતાના બાળકોને કોની સાથે

વાલીઓ સ્કૂલમાં સંતાનને કોની સાથે મોકલો છો? સુરતમાં ગરબાના કપડાં પહેરી સ્કૂલે જતી વિદ્યાર્થિની સાથે વાન ચાલકના અડપલાં

સુરતમાં છેડતી-અડપલાંના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શાળાએ પોતાના બાળકોને કોની સાથે મોકલવામાં આવે છે તેવો પ્રશ્ન કરતો અને વાલીઓની આંખો ખોલતો કિસ્સો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં સગીર વિદ્યાર્થિની સાથે સ્કૂલવાન ચાલકે છેડતી કરી હતી. વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસે આરોપી વાન ચાલકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અડપલાં કરી ફોટો પાડવા કોશિશ કરી

ઓલપાડ રોડની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીની સ્કૂલવાન ચાલકે છેડતી કરી હતી. વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સ્કૂલવાનનો ચાલક બે સંતાનો પિતા છે. ત્રીજી તારીખે નવરાત્રિના નોરતા શરૂ થયા હતા. આથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી 17 વર્ષની તરૂણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલવાનમાં ગઈ હતી. દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થિનીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી. શિક્ષકને ફરિયાદ કરતા ભાંડો ફૂંટ્યો હતો.

મહિનાથી વર્તન ખરાબ હતું

સ્કૂલના સંચાલકે આવા વાનચાલક સામે કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી વિદ્યાર્થિનીને બીજી સ્કૂલવાનમાં શિફ્ટ કરી દીધી હતી. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ છેડતીનો ગુનો દાખલ કરી આરોપી સ્કૂલવાનના ચાલકને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. સાથે તેનો મોબાઇલ અને વાન પણ કબજે કરી છે. આરોપી છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થિનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરતો હતો.

આ સમાચાર શેર કરો