Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Minister Jitubhai Chaudhary felicitates arrival of new Neer at Meghraja Meherban Madhuban Dam in Valsad

VIDEO: વલસાડમાં મેઘરાજા મહેરબાન મધુબન ડેમમાં નવા નીરના આગમન સાથે મંત્રી જીતુભાઈ ચૌધરીએ કર્યા વધામણા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં આવેલા ધરમપુર અને કપરાડા પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. આ વરસાદની સીધી અસર જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં જોવા મળી રહી છે, જ્યાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. મધુબન ડેમમાં નવા નીરના આગમનને વધાવવા માટે રાજ્યના પૂર્વ નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તેમજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખાસ પહોંચ્યા હતા અને વિધિવત રીતે ડેમના વધામણા કર્યા હતા. મંત્રીએ ડેમની મુલાકાત લઈને સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી હતી અને ડેમના અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. સતત વધી રહેલા જળસ્તરને જોતા વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવાયું છે.

App Store