VIDEO: વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી: માત્ર ૩૦ મિનિટના વરસાદમાં છીપવાડ દાણા બજાર બેટમાં ફેરવાયું
સોર્સ : gstv
વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. માત્ર અડધો કલાક પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના છીપવાડ દાણા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હનુમાનજી મંદિર પાસે પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર હોવાનું આ દ્રશ્યોએ સાબિત કરી દીધું છે.

