મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વાપીમાં મંડપનો સામાન પડેલા ગોડાઉનમાં લાગી આગ, બાજુમાં ચાલતો હતો લગ્નપ્રસંગ

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. બીજી તરફ આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપીના ડુંગરા ત

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. બીજી તરફ આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપીના ડુંગરા તળાવ નજીક એક ગોડાઉનમાં આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગી તેની બાજુમાં એક લગ્ન મંડપમાં લગ્ન ચાલી રહ્યાં હતાં. આગ લાગતા લગ્ન મંડપમાં જાનૈયાઓ-માંડવિયામાં પણ દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે, કોઈ ઈજા કે જાનહાની નોંધાઈ નથી. લગ્નમાં ફૂટેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

આ પણ જુઓઃ VIDEO: ગુજરાતના આ જિલ્લામાંથી મિથુન ઝડપાયો, કહ્યું- ડર તો લાગે છે પણ...

આ સમાચાર શેર કરો