Valsad: પારડી નજીક નેશનલ હાઈવે પર અકસ્માત, કન્ટેનરની અડફેટે બાઈક ચાલકનું મોત
વલસાડ જિલ્લાના પારડી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર વધુ એક માર્ગ અકસ્માત

વલસાડ જિલ્લાના પારડી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર વધુ એક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના બની છે. આ અકસ્માતમાં કન્ટેનર ટ્રકે એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા સમય અગાઉ પણ આ જ જગ્યા પર અકસ્માત સર્જાયો હતો, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
વારંવાર અકસ્માતો થતા હોવા છતાં ખતરનાક પોઈન્ટ પર સુરક્ષાના પગલાં ન લેવાતા હોવાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.






