મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ:ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે વલસાડ નેશન

વલસાડ:ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે વલસાડ નેશનલ હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે 4.30 કલાકે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ડમ્પર ચાલકે બસને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો

ડમ્પર ચાલકે બસને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તો ને વલસાડની અમિત હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

 અકસ્માતમાં બન્ને વાહનોને પણ નુકસાન પહોંચ્યું

હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ કોઈના મોતના અહેવાલ મળ્યા નથી.

આ સમાચાર શેર કરો