Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Police action after locals disrupt municipal work on Ajwa Road in Vadodara

VIDEO: Vadodaraમાં આજવા રોડ પર મનપાની કામગીરીમાં સ્થાનિકો વિક્ષેપ કરતા પોલીસની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા શહેરમાં આવેલા આજવા રોડ પર મનપા તંત્રની કામગીરીમાં સ્થાનિકો ખલેલ પહોંચાડતા હતા જેથી પોલીસે દરમ્યાનગીરી કરી ટોળાંને સયંમ રાખવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહીમાં સ્થાનિક લોકો વિક્ષેપ કરતું હોવાનું સામે આવ્યું હતું. લોકોનાં ટોળાં સ્થળ છોડતા નહોતા અને અન્ય લોકોને ઉશ્કેરતા છેવટે પોલીસે આખરે કાર્યવાહી કરવાની નોબત આવી હતી. 

App Store

વડોદરાના આજવા રોડ પર આવેલા ફાતિમા કોમ્પલેક્સ, આયશા પાર્ક અને ઝેનબ પાર્ક સહિતના વિસ્તારને મનપા તંત્ર દ્વારા ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી હતી. જેથી આ વિસ્તારના લોકોએ આવીને વિરોધ કરવા મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. જેના લીધે આખો મામલો બિચક્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ રસ્તો પહોળો કરવા દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી હતી, જેમાં જેસીબી અને બુલડોઝર સહિતના સામાન લઈને દબાણો દૂર કરવા ગઈ હતી.

આ દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. જો કે, પોલીસની હાજરીમાં ટોળું વિફરતા આખરે પોલીસે કાર્યવાહી કરી હતી. લોકોનાં ટોળાંએ તંત્રની કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જોતજોતામાં લોકોનાં વધુ મોટા ટોળાં એકઠા થયા જેને લઈ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. આખરે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડયો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને gstv સાથે કોઈ લેવા દેવા નથી.