VIDEO: આંતરરાષ્ટ્રીય ડુપ્લીકેટ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ, વેબ સિરીઝથી પ્રેરાઈને અમેરિકન નાગરિકોને લૂંટતા ચાર યુવકો
સોર્સ : gstv
વડોદરાના આકોટા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય ડુપ્લીકેટ કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેસકોર્સના બેરયલ ફ્લેટમાં ચાર યુવકો અમેરિકન નાગરિકોને નિશાન બનાવી લૂંટતા હતા. બાતમીના આધારે પોલીસે રેડ કરી અમદાવાદ અને વડોદરાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સો ડાર્ક વેબના માધ્યમથી અમેરિકાના ડેટા મેળવી છેતરપિંડી કરતા હતા. ચોંકાવનારી વિગત એ છે કે આ આરોપીઓ વેબ સિરીઝથી પ્રેરાઈને આ આખું કૌભાંડ ચલાવી રહ્યા હતા. પોલીસે ફ્લેટમાંથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

