Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Video/ Fatal accident on NH near Varanasi, Vadodara: driver trapped

Video/ Vadodaraના વરણામા નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ફેવિકોલ ભરેલી ટ્રક પલટી, ચાલક ફસાયો

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. તાજેતરમાં વરણામા ગામ નજીક નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફેવિકોલ ભરેલી એક ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store

કેબિન કાપીને ચાલકને બહાર કઢાયો

ટ્રક પલટી જતાં, ટ્રક ચાલક મહંમદ શેખ કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેબિનને કાપીને ભારે જહેમત બાદ ટ્રક ચાલક મહંમદ શેખને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

હાઈવે પર ફેવિકોલ ઢોળાયું, વાહનચાલકોની મુશ્કેલી વધી

આ અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલા ફેવિકોલના બેરલ રોડ પર ઢોળાઈ ગયા હતા. રોડ પર મોટી માત્રામાં ફેવિકોલ ઢોળાવાના કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો. રસ્તા પર ચીકણો ફેવિકોલ પથરાઈ જવાથી અન્ય વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, અને ટ્રાફિક ધીમો પડ્યો હતો.