VIDEO: વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માતમાં 3ના મોત
સોર્સ : gstv
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 48 કલાકમાં બીજી વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરાના કરજણ નજીક મોડી રાત્રે વાપીના એક પરિવારને અકસ્માત નડ્યો. ખાટુ શ્યામના દર્શન માટે રાજસ્થાન જઈ રહેલા 9 સભ્યોના પરિવારે હાઈવે પર કાર પાર્ક કરી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતી અજાણ્યા વાહનની અડફેટે લેતા કારના ફૂરચા નીકળી ગયા.
આ દુર્ઘટનામાં વિશાલ દેવરે અને પ્રમોદ પાટીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કરજણ પોલીસે અકસ્માતનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

