Vadodara news: કરોડોના દારૂની હેરાફેરીમાં DG સ્કવોડનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ, બૂટલેગરે પોલીસને ફોન કરી કહ્યું થઈ ગયો છે વ્યવહાર

વડોદરામાંથી થોડાક સમય પહેલા દારૂ ભરેલું ટેન્ક્ર ઝડપાયું હતું. દારૂ ભરેલું એક ટેન્કર ભરુચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વડોદરા થઈ અમદાવાદ તરફ જઈ રહ્યું છે, એવી બાતમી વડોદરા રૂરલ LCB ટીમને મળી હતી. LCBની ટીમે સાંપા ગામની સીમમાં વોચ ગોઠવી ટેન્કર ડ્રાઈવર ફગલુરામ ઉમારામ જાટની ધરપકડ કરી હતી.
1.77 કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો
ટેન્કરનું ઢાંકણુ નહીં ખૂલતા તેમજ અંદર કેમિકલ ભરેલું હોવાની શંકા હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કરજણ ફાયર વિભાગની ટીમની હાજરીમાં ગેસ કટર દ્વારા બોડીનું પતરું કાપવામાં આવ્યું હતું. ટેન્કરમાં કુલ ત્રણ ખાનામાં ગેસ અને ઓક્સિજનનો બોટલ તેમજ અન્ય એક ખાનામાંથી 1.77 કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂનું ટેન્કર પકડાયું એટલે બુટલેગરે પોલીસને કર્યો ફોન
દારૂ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશ પ્રસાદના મુનીમ મનીષ ભાઈજીની સુચનાઅનુસાર એક શખ્સે સાત દિવસ પહેલાં જ હરિયાણા તથા રાજસ્થાનની લોહારૂ બોર્ડર હાઈવે પરથી ટેન્કર લઈને ગુજરાત જવા જણાવ્યું હતું તેવી સત્તાવાર વિગતો કરજણ પોલીસની ફરિયાદમાં નોંધાઈ હતી. આ ઘટનાક્રમ વચ્ચે અંદરની ચોંકાવનારી વાત એવી છે કે દારૂનું ટેન્કર પકડાયું એટલે બુટલેગરે પોલીસને ફોન કર્યો હતો. ફોન કરીને કીધું કે વ્યવહાર થઈ ગયો છે તો ટેન્કર પકડ્યું કેમ?
ઓડિયો ક્લિપ ગાંધીનગર અને વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલી
ગુસ્સેભરાયેલા બૂટલેગર અનિલ પંડિતે ઓડિયો ક્લિપ ગાંધીનગર અને વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલી હતી. આ ક્લિપમાં સાજણ આહીરને ટેન્કર રોકાય નહીં તે માટે 15 લાખ રૂપિયા આંગડાથી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

