Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Not only men are addicted to alcohol, alcohol consumption is double among women

Gujarat news: રાજ્યમાં હવે માત્ર પુરુષો જ દારૂના વ્યસની નથી, મહિલાઓમાં શરાબનું સેવન બમણું

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news: રાજ્યમાં હવે માત્ર પુરુષો જ દારૂના વ્યસની નથી, મહિલાઓમાં શરાબનું સેવન બમણું
સોર્સ : gstv

સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 26 મહિલાઓ હતી. આ સાથે NRI ટાવર ખાતે પણ પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી હતી. થોડા સમય પહેલાં વડોદરા અને સુરતમાંથી માતબર દારૂ સાથે પાર્ટીમાં મહિલાઓની અટકાયત સામાન્ય બની છે. કેટલાક વર્ષ પહેલા NIDના વિદ્યાર્થીઓની એક બુઝ પાર્ટીમાંથી સંખ્યાબંધ છોકરીઓને પીધેલી હાલતમાં અલગ તારવવા મહિલા પોલીસને બોલાવવી પડી હતી.  નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યામાં બમણો વધારો થયો છે.

App Store

2015માં આ પ્રમાણ 0.3 ટકા હતું,

2015માં આ પ્રમાણ 0.3 ટકા હતું, જે 2020 પછી 0.6 ટકા થયું છે. જો આ આંકડાને સંખ્યામાં પરિવર્તિત કરીએ તો અંદાજીત 441078 મહિલાઓ ગુજરાતમાં દારૂ પીવે છે. જેની સામે પુરુષોનું પ્રમાણ 5.8 ટકા દર્શાવે છે. જો કે વાસ્તવિક્તા આના કરતા વધુ હોઈ શકે છે.

 દારૂનું સેવન કરતા પુરુષોનો આંકડો 11 ટકા દર્શાવે

ગુજરાતમાં દારૂનું સેવન કરતા પુરુષોનો આંકડો 11 ટકા દર્શાવે છે. પરંતુ વાસ્તવિક્ ફીગર અલગ છે. અમદાવાદ, વડોદરા કે સુરતના ફાર્મ હાઉસમાં પાર્ટીઓમાં દરોડા પાડવા સાથે મહિલાઓની ધરપકડ સામાન્ય થતી જાય છે. દારૂ પીને કાર ચલાવવાની ઘટનાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મહિલાઓનું પ્રમાણ અગાઉ કરતાં નોંધપાત્ર રીતે વધ્યું છે. 

ટોપિક્સ:daruliquorgujaratgstv