Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Haryana Police arrests Congress candidate from Ward-6, husband Prabhu Solanki in duplicate gold case

Vadodra news: વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Vadodra news: વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ
સોર્સ : gstv

હરિયાણાના ગુરૃગ્રામ ખાતે બે મહિના પહેલાં ડુપ્લિકેટ સોનું પધરાવી લાખોની કિંમતની ઠગાઇના કેસમાં વડોદરાના બહુચર્ચિત આરોપી પ્રભુ સોલંકીની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.પ્રભુ સોલંકીની પત્ની પાર્વતી સોલંકી કોંગ્રેસમાંથી ફોર્મ ભરી પરત આવતા હતા ત્યારે જ ફતેગંજ પોલીસની મદદથી પ્રભુને દબોચી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે,ગુરૃગ્રામના સુશાંતલોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૧૩મી ફેબુ્રઆરીએ એક કાર ચાલકનું ટાયર પંચર થતાં ટાયર બદલતી વખતે અજાણ્યા શખ્સે સોનાનો એક સિક્કો અને ચાંદીના ૩ સિક્કા બતાવ્યા હતા.કારચાલકે પહેલાં તો ઇનકાર કર્યો હતો.પરંતુ ઠગે તેની પાસે ૩૦૦ જેટલા સિક્કા હોવાનું કહેતાં તેને સસ્તામાં સિક્કા ખરીદવાની લાલચ જાગી હતી.

App Store

કાર ચાલક ઠગના સંપર્કમાં રહ્યો હતો અને તેણે ૧૦ થી ૧૧ કિલોના સોનાના સિક્કા  ખરીદવાનું નક્કી કર્યું હતું.તેણે એક સિક્કો તપાસ કરાવતાં તે ૨૩ કેરેટનો હોવાનું જણાયું હતું.જેથી વિશ્વાસ બેસતાં તમામ સિક્કાનો સોદો કરી લીધો હતો.સામે કારચાલકે રૃ.૨.૪૯ કરોડ તેમજ માતાના ૫૦ તોલા સોનાના દાગીના પણ આપી દીધા હતા.

આ બનાવમાં વડોદરાના આજવારોડ વિસ્તારમાં કલ્યાણનગરમાં રહેતા અને કોર્પોરેશનના વોર્ડ નંબર-૬ માંથી કોંગ્રેસની ટિકિટ મળતાં ઉમેદવારી કરનાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુ ગુલશન સોલંકીનું નામ ખૂલતાં હરિયાણા પોલીસ બે દિવસથી વોચમાં હતી.આજે પ્રભુ સોલંકી તેની પત્નીનું ફોર્મ ભરવા છાણી જકાતનાકાની કચેરીએ સૂત્રોચ્ચાર કરતો પહોંચ્યો હતો.જ્યાંથી પરત ફરતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.

પત્નીએ હંગામો મચાવતાં હરિયાણા પોલીસ ઝડપભેર રવાના,ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા પ્રભુ સક્રિય હતોવડોદરાના વારસિયા અને આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે ફરતો પ્રભુ સોલંકી હંમેશા ૨૦થી ૨૫ તોલા જેટલું સોનું પહેરતો હોય છે.પ્રભુ સોલંકીએ કોર્પોરેશનની ગઇ ચૂંટણીમાં પણ પત્નીને જીતાડવા માટે મહેનત કરી હતી.જેથી તેની પત્નીને ૧૪ હજાર જેટલા મત મળ્યા હતા.પરંતુ થોડા મત માટે તેનો પરાજય થયો હતો.પ્રભુ સોલંકીની હરિયાણાના ગુનામાં ભૂમિકા બાબતે સ્થાનિક પોલીસ પાસે ખાસ વિગતો નથી.ધરપકડ બાદ ઊહાપોહ થતાં અને ટોળાં ધસી આવતાં હરિયાણા પોલીસ ઝડપભેર આરોપીને લઇ રવાના થઇ હતી.પ્રભુ સોલંકી સામે અગાઉ પણ છેતરપિંડી અને અપહરણ જેવા અડધો ડઝન ગુનાઓ નોંધાયા હતા.

આજવારોડ પર રહેતા અને વારસિયા સંજયનગર અને આસપાસના વિસ્તારને કાર્યક્ષેત્ર બનાવનાર પ્રભુ સોલંકી સામે અગાઉ અમદાવાદના કોટડા પોલીસ સ્ટેશનમાં  અપહરણનો,વડોદરાના બાપોદ પોલીસમાં સંક્રમણ ફેલાવવા બદલ,સુરતના કડોદરા,પલસાણા અને વલસાડમાં છેતરપિંડીના ત્રણ ગુના નોંધાયા હતા.આ ઉપરાંત કરજણ પોલીસને ચકમો આપી ફરાર થવાનો પણ કેસ નોંધાયો હતો. ત્રણ વર્ષ પહેલાં પ્રભુ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્તાં ચર્ચાનો વિષય  બન્યો હતો.કારણકે તે આ જ વિસ્તારમાં ફરતો હતો અને વોરંટની બજવણી થતી નહતી.

પ્રભુ સોલંકીએ બનાવી હતી ફિલ્મ

બહુચર્ચિત પ્રભુ સોલંકી ઠગાઇના ગુનામાં ચર્ચામાં રહેતો હોય છે.થોડા સમય પહેલાં તેણે લવ યુ યાર..નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી અને પ્રોડયુસર તરીકે રૃપેરી દુનિયામાં એન્ટ્રી લીધી હતી.