VIDEO: વડોદરામાં કચરા કલેક્શનના વાહન ચાલકે મહિલા અને કારને ટક્કર મારી
સોર્સ : GSTV
વડોદરા શહેરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી હતી. આ ઘટના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બની હતી. વાહન ચાલક નશાની હાલતમાં હતો અને આ કારણે અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

