Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Air show by Indian Air Force's Surya Kiran Aerobatic Team

વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો, આ શહેરોમાં પણ યોજાશે પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News

વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો આજે શહેરમાં યોજાયો હતો. 14 વર્ષ પછી ટીમ સૂર્ય કિરણ દ્વારા એર શો યોજાયો હતો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે SKAT તરીકે પણ ઓળખાય છે. વર્ષ 1996માં SKAT ની સ્થાપના કરાઈ હતી. આ ટીમ એકમાત્ર એશિયાની નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરૂદ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી પણ એક ગણવામાં આવે છે. આ ટીમે ભારત, ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં 700થી વધુ પ્રદર્શનો કર્યાં છે.

App Store

આ પણ વાંચો : જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા

આ ટીમ તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ હંમેશા શ્રેષ્ઠ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે. સૂર્યકિરણ ટીમમાં 9 હોક Mk132 વિમાનો સામેલ કરાયા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવી છે.

સંસ્કારી નગરી વડોદરામાં આયોજિત આ એર શો પછી 25-26 જાન્યુઆરી દરમિયાન જામનગર, તા.29ના રોજ નલિયા અને તા.31થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું હતુ.