Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major train accident in Jalgaon

જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા 11 મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2025
લાઇવ ટીવીGoogle News
જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા 11 મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા

મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા છે. મળતી માહિતી અનુસાર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા હતી જેને કારણે મુસાફરો ટ્રેનમાંથી કુદી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોના મોતના પણ સમાચાર છે.

App Store

આગની અફવાથી ટ્રેનમાંથી કુદી ગયા મુસાફર

PTI અનુસાર આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જલગાંવમાં 20 કિલોમીટર દૂર પુષ્પક એક્સપ્રેસથી કેટલાક મુસાફર ટ્રે્નમાં આગ લાગવાની અફવલાને કારણે ટ્રેનમાંથી કુદી ગયા હતા. મૃતકોનો આંકડો વધી શકે છે. બનાવની જાણ થતા જ જિલ્લા તંત્રના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.