વડોદરા: કોટંબી પાસે પિકઅપ વાન નાળામાં ખાબક્યું, 4ના મોત
વડોદરાના કોટંબી પાસે પીકઅપ વાનના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન નાળામાં ખાબક્યું હોવાના સમ

વડોદરાના કોટંબી પાસે પીકઅપ વાનના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન નાળામાં ખાબક્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
પીકઅપ વાનમાં 12થી 13 લોકો સવાર હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બુધવારે પિકઅપ વાન પલટી મારી ગઈ હતી. અને પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું. જેમાં 12થી 13 લોકો સવાર હતા. જે પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.








