મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા / મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવ્યું, પોલીસે ઠગબાજની કરી અટકાયત

Vadodara News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા ગામે મંદિરન

વડોદરા / મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવ્યું, પોલીસે ઠગબાજની કરી અટકાયત

Vadodara News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાવલા ગામે  મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને એક ઠગબાજે દાન ઉઘરાવ્યું હતું. જો કે સમગ્ર ભાંડો ફૂટી જતા પોલીસે આ ઠગબાજની અટકાયત કરી છે.  

સાવલી તાલુકાના  જાવલા ગામે આવેલ જાવલિયાં હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતા ઈસમને ગ્રામજનોને ઝડપીને સાવલી પોલીસના હવાલે કર્યો હતો. 

ઘટનાની જાણ ગામના સરપંચને ધ્યાને આવતા આ ઠગબાજ યુવકને યેનકેન પ્રકારે બોલાવી સાવલી પોલીસના હવાલે કર્યો. લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમનાર ભેજાબાજનું નામ હરીશ  બાબુભાઈ ભોઈ હોવાનું અને તે ડેસર તાલુકાના પીપળીયા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો