વડોદરા: સાવલી-ઉદલપુર રોડ બે બાઈકની ભયાનક ટક્કર, બે યુવાનોના મોત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જીલ્લાનાં સાવલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જીલ્લાનાં સાવલી તાલુકામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.
બન્ને યુવાનોના અકસ્માતમાં મોત
બન્ને યુવાનો એક જ ગામના રહેવાસી હતા. મળતા અહેવાલ પ્રમાણે એક યુવાન નોકરીથી ઘરે પરત જઈ રહ્યો હતો, અને બીજો યુવાન કામ અર્થે સાવલી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી અને બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: નરોડા-દહેગામ રોડ પર કાર ડિવાઇડર પર ચઢીને હવામાં ઉછળી, બે યુવકના મોત
તો બીજી તરફ એક જ ગામનાં યુવાનોના અકાળે પરિવાર અને ગામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આકસ્મિક મોત થી શોકનો માહોલ છવાયો હતો.






