વડોદરા : સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી રૂપિયા પડાવતી નાઇઝીરિયન ગેંગ દિલ્હીથી ઝડપાઈ
વડોદરા પોલીસ સાઈબર ક્રાઈમે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવી રૂપિયા પડાવતી નાઇઝીરિયન

વડોદરા પોલીસ સાઈબર ક્રાઈમે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવી રૂપિયા પડાવતી નાઇઝીરિયન ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકીએ એક યુવતીને ફસાવીને 2 લાખ રૂપિયા પડાવ્યાં હતા. યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સાઈબર ક્રાઈમે આ ઠગ નાઇઝીરિયન ગેંગને ઝડપી પાડી છે.
યુવતીને ફસાવીને 2 લાખ રૂપિયા પડાવ્યાં
નાઇઝીરિયન ગેંગના આ 3 ઠગબાજોએ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી એક યુવતી સાથે મિત્રતા કરી હતી અને તેને વિશ્વાસમાં લીધી હતી. આ ઠગ ટોળકીમારથી એકે પહેલા અમેરિકામાં કેમિકલ એન્જીનીયર હોવાનું અને બાદમાં આસામના દિગબોઈ ખાતે નોકરી લાગી હોવાનું કહ્યું હતું. યુવતી પાસે પાર્સલ અને કપડાં છોડાવવા સહિત વિવિધ બહાને 2 લાખ પડાવ્યા હતા.
દિલ્હીમાંથી નાઇઝીરિયન ગેંગના 3 ઠગબાજોની ધરપકડ
યુવતીએ સાઈબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે શોધખોળ આદરી હતી. પોલીસે દિલ્હીના બુરારી ખાતેથી નાઇઝીરિયન ગેંગના લેઝુઓ જ્હોન, જીબ્રિલ મહોમદ અને એગબુલે ઈકેનનાની ધરપકડ કરી હતી.
આ નાઇઝીરિયન ગેંગ ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયામાં યુવતીઓને જ શિકાર બનાવતી હતી. આ આરોપીઓ સામે 900થી વધુ ફરિયાદો દાખલ છે અને તેમની પાસેથી 500થી વધુ શંકાસ્પદ બેન્ક એકાઉન્ટની ડિટેલ મળી આવી છે.






