મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાંથી પકડાયેલ પાકિસ્તાની જાસૂસ 14 દિવસના રિમાન્ડ પર, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા

ભરૂચમાંથી ગુરૂવારે ઝડપાયેલ પાકિસ્તાની જાસૂસને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સીઆઈડી ક્

ભરૂચમાંથી પકડાયેલ પાકિસ્તાની જાસૂસ 14 દિવસના રિમાન્ડ પર, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા

ભરૂચમાંથી ગુરૂવારે ઝડપાયેલ પાકિસ્તાની જાસૂસને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સીઆઈડી ક્રાઈમે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

હવે પાકિસ્તાની જાસૂસ પ્રવીણ મિશ્રાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અત્યાર સુધીમાં કઈ કઈ બાબતોની માહિતી પાકિસ્તાન પહોંચાડવામાં આવી તે દિશામાં તપાસ કરવામાં આવશે. ઉપરાંત પાકિસ્તાનને માહિતી પહોંચાડવા બદલ તેને કોઈ આર્થિક લાભ મળ્યા હતા કે કેમ તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે.

એક મહિનાથી આ યુવક પર વોચ રાખવામાં આવી હતી 

CID ક્રાઇમને બાતમી મળી હતી કે ઝઘડિયામાં એક યુવક ભારતીય સૈન્યની ડ્રોન ટેકનોલોજી અને મિસાઇલ ટેકનોલોજી જેવી મહત્ત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટોને શેર કરી રહ્યો છે. એક મહિનાથી આ યુવક પર વોચ રાખવામાં આવતી હતી .આ દરમિયાન તે પાકિસ્તાનની કોઇ યુવતીની પ્રોફાઇલ ધરાવતા સોશિયલ મીડિયા પેજ સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાન સ્થિત યુવતીની પ્રોફાઇલ પર જે વ્યક્તિ હતી તેના દ્વારા જે કામગીરી કહેવામાં આવતી હતી તે કરતો હતો. ત્યારે ગઈકાલે ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના આરોપસર પ્રવીણ મિશ્રાની સીઆઇડી ક્રાઇમ દ્વારા  ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો