મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો, પોલીસે આરોપીઓને રજૂ કર્યા કોર્ટમાં

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ નજ

વડોદરા: ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો, પોલીસે આરોપીઓને રજૂ કર્યા કોર્ટમાં

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ- ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હતી. જોકે તેમ છતાં વિદેશી વિદ્યાર્થીઓએ આવું કરતાં સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. હાલ આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી મુજબ લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કાર્ડિયોલોજી અને બીસીએમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં.

પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી 

મુખત્યાર મહંમદ રાજમહંમદ શેખ,

રાજેશ વસાવા,

રવિ વસાવા,

સ્વરાજ વસાવા 

પ્રવિણ વસાવા

 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસનો રિમાન્ડ મેળવ્યા હતા

તેઓ બુટ, ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલી એક ધાર્મિક સ્થળ નજીક જતાં, ત્યાં હાજર એક શખસે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને લાકડી, બેટ જેવા મારક હથિયારોથી ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. 

આ સમાચાર શેર કરો