મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ઓલ્ડ પાદરા રોડ પર બેફામ કાર ચાલકે વાહન ચાલકને ફંગોળ્યા, વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત

વડોદરામાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે&nbsp

વડોદરા: ઓલ્ડ પાદરા રોડ પર બેફામ કાર ચાલકે વાહન ચાલકને ફંગોળ્યા, વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત

 વડોદરામાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  મોપેડ પર  જતા સિનિયર સિટિઝનને કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતા તેઓ જમીન પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.  પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. અકોટા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

હોળીની રાતે રક્ષિત ચોરસિયાએ ત્રણને મારી હતી ટક્કર

શહેરમાં અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. હોળીની રાતે કારેલીબાગ મુક્તાનંદથી આમ્રપાલી  સોસાયટી તરફ જવાના રોડ પર કાર ચાલક રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને ટક્કર મારતા આઠ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. આ કેસની તપાસ  હજી ચાલી રહી છે.

ત્યારે  ગત સાંજે શહેરના ઓલ્ડ પાદરા રોડ પર વધુ એક અકસ્માત થયો હતો. મુજમહુડા રાજારામ નગરમાં રહેતા સિનિયર સિટિઝન ઉમેશભાઇ નાથાભાઇ પટેલ મોપેડ લઇને ઘરે જતા હતા. રોડ ક્રોસ કરતા સમયે એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.

કાર ચાલકને અકોટા સ્ટેડિય નજીક આંતરીને ઝડપી પાડવામાં આવ્યો

ઓલ્ડ પાદરા રોડ પર મોપેડ સવાર વૃદ્ધને ટક્કર મારી કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. સ્થળ પર હાજર બે બાઇક સવારે તેનો  પીછો કર્યો હતો. કાર ચાલકને અકોટા સ્ટેડિય નજીક આંતરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાર ચાલકને પકડીને ઘટના સ્થળ પર  લઇ આવી હતી. દરમિયાન પોલીસ પણ આવી ગઇ હોઇ આરોપીને સોંપી દેવામાં આવ્યો છે. સાહીલ પટેલ અરવલ્લીનો રહેવાસી છે અને ટેક્સી ડ્રાઇવિંગ કરતો હતો.

આ સમાચાર શેર કરો