વડોદરા: હરણીમાં રોડ પર યુવકની 4 શખ્સો હત્યા કરી ફરાર, પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરાના હરણી રોડ રૂપમ ટૉકીઝ નજીક યુવકની સરા જાહેર હત્યાનો બનાવ બન્યો છે. રૂપમ ટૉકીઝ પેટ

વડોદરાના હરણી રોડ રૂપમ ટૉકીઝ નજીક યુવકની સરા જાહેર હત્યાનો બનાવ બન્યો છે. રૂપમ ટૉકીઝ પેટ્રોલ પંપ જાહેર માર્ગ પાસે ખેલાયો ખૂની ખેલ કે જ્યાં સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયાની હત્યા કરવામાં આવી હતી.
સાજીદ પર 4 લોકો હુમલો કર્યો
સાજીદ વાહન લઈને પેટ્રોલ પંપ પાસેથી જતો હતો, ત્યારે 4 થી 5 હુમલાખોરોએ અચાનક તેના પર હુમલો કર્યો હતો.આ હત્યા અંગત અદાવત, પરીવારીક સમસ્યા કે પ્રેમ પ્રકરણમાં થઈ હોવાના મામાલે પોલીસ તપાસ કરી રહી છે.
રસ્તા પર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી શખ્સો ફરાર
સાજીદે બીજા લગ્ન કર્યા હતા,જેને લઇને યુવતીના પરીવારજનો આ લગ્નથી નાખુશ હોવાની પણ ચર્ચા છે. સાજીદે 15 દીવસ આગાઉ હાથીખાનામાં રહેતી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા, જેને લઇને પરીવારજનો નારાજ હતા અને આ કારણે તેની હત્યા થઈ હોઈ શકે છે. કુંભારવાડા પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ટ્રોમા સેન્ટરની બહાર મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું
તો બીજી તરફ ટ્રોમા સેન્ટરની બહાર મોટી સંખ્યામાં ટોળું એકત્રીત થઈ ગયું હતું. મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિસ્થિતિ ના વણસે તે માટે પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.






