મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નેત્રહીનો માટે અનોખો કાર્યક્રમ, મહેમાનોથી લઈને સૌ કોઈએ પ્રજ્ઞાચક્ષુઓની પીડા પામવા આંખે પાટા બાંધ્યા

સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વ

સુરતમાં નેત્રહીનો માટે અનોખો કાર્યક્રમ, મહેમાનોથી લઈને સૌ કોઈએ પ્રજ્ઞાચક્ષુઓની પીડા પામવા આંખે પાટા બાંધ્યા

સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે "ઉજિયાલા - દૃષ્ટિ સે સૃષ્ટિ કી ઓર" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામે તમામ લોકોએ આંખે કાળા પાટા બાંધીને પ્રજ્ઞાચક્ષુઓની પીડાને પામવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

આંખોની તપાસ જરૂરી

“આંખો” એ ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયા ભલે ગમે તેટલી સુંદર હોય, આંખો વિના રંગહીન અને અંધકારમય છે. આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે, દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવવી જોઈએ, તો જ આપણે અકારણ અંધત્વને અટકાવી શકીશું." આ ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 4500થી વધુ લોકોએ હાજરી નોંધવી હતી. ડોક્ટર્સ અને વક્તાઓએ આંખોની રેગ્યુલર તપાસ પર ભાર મૂક્યો હતો. 

અંધત્વના કિસ્સા અટકાવી શકાય

ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદા ના ડો. ભાવિન પટેલે કહ્યું કે, અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે. જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો 80 ટકા અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો