સુરતમાં રક્તદાનને લઈને અનોખી જાગૃતિ, પુણ્યતિથીએ મેડિકલ કેમ્પ, ચક્ષુ નિદાન સાથે રક્તદાન
સુરતમાં હાલ જરૂરીયાતમંદ માટે રક્તદાતાઓને લોહીનું દાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી

સુરતમાં હાલ જરૂરીયાતમંદ માટે રક્તદાતાઓને લોહીનું દાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે રક્તદાન માટે અનોખી જાગૃતિ રક્તદાત્તા દ્વાા દાખવવામાં આવી હતી. પિતાની પુણ્યતિથીએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. સાથે જ મેડિકલ કેમ્પ અને ચક્ષુ નિદાન કરવામાં આવ્યા હતાં.
પિતાજીને શ્રદ્ધાંજલિ
ઘનશ્યામ બિરલાએ પિતા છગન ભગત વસાણી ભૂમિ દાતા રામદેવપીર મંદિર બગસરા ની 12, મી પુણ્યતિથી નિમિત્તે કામરેજ પસોદરા પાટિયા ખાતે છગનભાઈ ગાંડાભાઈ વસાણી સદભાવના ટ્રસ્ટ.બગસરા સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત તેમજ શ્યામ નગર સોસાયટી પસોદરાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત પસોદરા ખાતે શ્યામનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિરલાએ 104 વાર રક્તદાન કરીને પિતાજીને શ્રદ્ધાંજલી આપી હતી.
પ્રેરણાદાયી ઉદાહરણ
રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. તેમજ સાથે આયોજિત મેડીકલ કેમ્પ તેમજ ચક્ષુ નિદાન કેમ્પ આ વિસ્તારનાં લોકોએ લાભ લીધો હતો.પિતાજીની પુણ્યતિથી નિમિતે સામાજિક પ્રોગ્રામ દ્વારા સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવા બદલ તમામ હાજર અગ્રણીઓએ બિરલાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.








