મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાપી રેલવે સ્ટેશને યુવકનું મોત, રાજધાની ટ્રેનની ટક્કરથી ઘટનાસ્થળે જ અજાણ્યાનું ઉડી ગયું પ્રાણ પંખેરૂ

રોડ અકસ્માતોની સાથે સાથે ટ્રેન અકસ્માતો પણ વધી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપી

વાપી રેલવે સ્ટેશને યુવકનું મોત, રાજધાની ટ્રેનની ટક્કરથી ઘટનાસ્થળે જ અજાણ્યાનું ઉડી ગયું પ્રાણ પંખેરૂ

રોડ અકસ્માતોની સાથે સાથે ટ્રેન અકસ્માતો પણ વધી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન નજીક આજે એક કરુણ ઘટના સામે આવી છે. રેલવે કિમી નંબર 170/21 પાસે રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એક 40 વર્ષીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

સ્ટેશનમાં જાણ કરાઈ

ટ્રેનના પાયલોટે તુરંત રેલવે કંટ્રોલ રૂમ મારફતે વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. સ્ટેશન માસ્તરે વાપી જીઆરપીને સૂચિત કરતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા મળ્યા ન હતા.

ઓળખ માટે ફોટો શેર કરાયા

જીઆરપી પોલીસે મૃતકની ઓળખ માટે લાશના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને સ્થાનિક આગેવાનોની મદદથી ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ જીઆરપી દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો