મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: દુષ્કર્મ ગુજારી કાકાએ જ 17 વર્ષની ભત્રીજીને બનાવી ગર્ભવતી, નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

અમદાવાદના નરોડામાં પિતરાઈ ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરીને માતા બનાવનાર કાક

અમદાવાદ: દુષ્કર્મ ગુજારી કાકાએ જ 17 વર્ષની ભત્રીજીને બનાવી ગર્ભવતી, નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

અમદાવાદના નરોડામાં પિતરાઈ ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ આચર્યું હતું.  દુષ્કર્મ આચરીને માતા બનાવનાર કાકાને સ્પેશિયલ પોક્સો  કોર્ટે  20 વર્ષની આકરી સજા ફટકારી છે. કોર્ટે આરોપી કાકાના ઘૃણાસ્પદ કૃત્યની ચુકાદામાં ગંભીર આલોચના કરી હતી.  

પીડિતા દુષ્કર્મ બાદ ગર્ભવતી બની 

પીડિતા દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હતી, અને ત્યાર બાદ તેણે એક સંતાને જન્મ આપ્યો હતો. જોકે આરોપીને સમાજની બીક લાગી અને બાળકને અન્ય કોઈને દત્તક આપી દીધું હતું. કોર્ટે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, ગુનો આચર્યા બાદ જો આરોપી દ્વારા  ભોગ બનનારી પીડિતા સાથે લગ્ન કરી લેવાથી ગુનાની  જવાબદારીમાંથી મુક્ત થઈ જાય તો સમાજમાં તેની વિપરીત અસરો પડે., તેથી આવા ગંભીર ગુનામાં આરોપીને સખતમાં સખત સજા ફટકારવી જરૂરી છે. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના થાનગઢમાં ડબલ મર્ડરની ઘટના, ઘરમાં ઘૂસીને પિતા-પુત્રની કરી હત્યા

આરોપી 17 વર્ષની સગીર ભત્રીજીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો

સમગ્ર મામલાની વાત કરીએ તો શહેરના શાહીબાગમાં રહેતા આરોપીએ નરોડામાં રહેતી પોતાની 17 વર્ષની સગીર ભત્રીજીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી કાકા વિરુદ્ધ નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પીડિતા ગર્ભવતી બનતા ગુનો છુપાવવા કાકાએ કર્યા લગ્ન

કેસનો ટ્રાયલ ચાલી જતાં એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આરોપીના ગુનાહિત કૃત્યના કારણે પીડિતા ગર્ભવતી બની ગઈ હતી, જેથી આરોપી કાકાએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. પીડિતાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. જોકે સમાજની બીકે બાળકને કોઈને દત્તક આપી દીધું હતું. 

આ સમાચાર શેર કરો