Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Double murder incident in Surendranagar police station

સુરેન્દ્રનગરના થાનગઢમાં ડબલ મર્ડરની ઘટના, ઘરમાં ઘૂસીને પિતા-પુત્રની કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરના થાનગઢમાં ડબલ મર્ડરની ઘટના, ઘરમાં ઘૂસીને પિતા-પુત્રની કરી હત્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. થાનગઢમાં વસવાટ કરતા પિતા-પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે યુવાનના ઘરમાં અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા.

App Store

આ પણ વાંચો: જામનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર 3 મુસ્લિમ યુવકોની પોલીસે કરી ધરપકડ

ઘરમાં ઘૂસીને હત્યાનો અંજામ અપાયો

પહેલા યુવાનના માતા-પિતાને ઢોર માર માર્યો ત્યાર બાદ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બન્ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ યુવાન અને તેના પિતાનું મોત નિપજ્યું હતું. હત્યા કરીને શખ્સો ફરાર થયા છે.

પ્રેમ સંબંધમાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી

 પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલો સામે આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો, અને હત્યારાઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપહરણ, ખંડણી, ફાયરિંગ અને હત્યા જેવા બનાવો બનતા જનતાની સુરક્ષા અને પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.ગત રોજ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં 5 શખ્સોએ પાન પાર્લરના માલિક પર ફાયરિંગ કરીને ફરાર થયા હતા. આ ઘટનામાં પાન પાર્લરના માલિકનું મોત નિપજ્યું હતું.