VIDEO: મચ્છુ નદીમાં પુરાણ કરવાની બિનઅધિકૃત કામગીરી ચર્ચામાં, સામે આવ્યું BAPSનું નામ
મોરબીના ઝુલતા પુલ પાસે મચ્છુ નદીમાં પુરાણ કરવાની બિનઅધિકૃ

મોરબીના ઝુલતા પુલ પાસે મચ્છુ નદીમાં પુરાણ કરવાની બિનઅધિકૃત કામગીરી ચર્ચામાં છે. બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયની સંસ્થાએ કથિત રીતે આ કામ હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ મચ્છુ નદી કાંઠે સંસ્થા સાથે વિવાદ સર્જાયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, નદીમાં બિનઅધિકૃત કબજો થતાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ શકે છે. હાલમાં આ દબાણને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. વન વિક વન રોડની કામગીરી કરતી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ મામલે કઈ કાર્યવાહી કરે છે તેના પર નાગરિકોની નજર છે.




